Gujarati Shayari
Gujarati Shayari
કેટલાક સંબંધો જીવન સાથે વણાઈ જાય છે, કેટલીક યાદો સ્વપ્ન બની ને રહી જાય છે, લાખો મુસાફિર પસાર થઇ જાય તો પણ, ‘કોઈકના’ પગલા કાયમ માટે યાદ રહી જાય છે.
ઝીંદગી મળવી એ નસીબની વાત છે, મોત મળવું એ સમયની વાત છે, પણ મોત પછી પણકોઈના દિલમાં જીવતા રેહવું,, એ ઝીંદગીમાં કરેલા કર્મની વાત છે.
પાનખરમાં વસંત થવું મને ગમે છે, યાદોની વર્ષામાં ભીંજાવું મને ગમે છે, આંખ ભીની તો કાયમ રહે છે, તો પણ કોઈના માટે હસતા રહેવું ગમે છે.
મોકલું છું મીઠીયાદ ક્યાંક સાચવી રાખજો, મિત્રો હમેશા અમૂલ્ય છે યાદ રાખજો,તડકામાં છાયો ના લાવી શકે તો કંઈ નહિ, ખુલા પગે તમારી સાથે ચાલશે એ જ યાદ રાખજો.
જીવનમાં સમયની સાથે ચાલવું પડે છે, જે નામંજુર હોય તે જ કરવું પડે છે, રોવાનો અધિકાર પણ નથી આપતું આ જગત, ક્યારેક લોકોને બતાવવા માટે હસવું પણ પડે છે.
આંસુ સુકાયા પછી જે મળવા આવે,એ “સંબંધ છે”, ને, આંસુ પહેલા મળવા આવે એ પ્રેમ છે.
દરેક ઘર નું સરનામું તો હોય પણ, ગમતા સરનામે ઘર બની જાય,એ જીવન છે!!
બ્લોક કરીદે મને, નઇતર પ્રેમ થઇ જશે તને.
પ્રેમ હમેંશા સ્વભાવ ને અનુભવી ને થાય છે, ચહેરો જોઈ ને તો ફક્ત પસંદગી થાય છે.
દૂર જઈશું તો દિલ માં વાત મુકતા જઈશું,, જીવન ભર ના ભૂલાય એવી યાદ મુકતા જઈશું,, પ્રત્યક્ષ ભલે ના મળો તમે, પણ હંમેશા યાદ કરો તમે એવી યાદ મુકતા જઈશું.
પથ્થરો પોલા હશે કોને ખબર? લોકો પણ કેવા હશે કોને ખબર? મૃત્યુ સત્ય બની આવી જશે લોકો તો રડશે, પણ આંસુ કોને સાચા હશે કોને ખબર?
ઘણુ બધુ કહેવુ હતું તમને, પણ, ક્યારેક શબ્દો ન મળ્યા ને ક્યારેક તમે.
કોઈ વસ્તુ ખરાબ નથી હોતી,બસ સમય સમય ની વાત છે, જો બાજુની સ્કુટી પર ખુબસુરત છોકરી હોય તો, ટ્રાફીક જામ પણ સારો લાગે છે.
બદનામ ના થાય અેટલે તો તારું નામ સંતાડી રાખું છું, બાકી પ્રેમ તો હું તને ખુલ્લે અામ કરું છું.
ચાલશો તો મંજિલ ના રસ્તા મળી જશે , વિચારો તો બધી વાત નું કારણ મળી જશે , જીવન એટલું પણ મજબુર નથી હોતું , જીગર થી જીવો તો જલસા પડી જશે.
Checkout :